દત્તક - 3

  • 3.2k
  • 1.8k

સાંજે જ્યારે સૂરજે વાળું કરીને જવાની રજા લીધી.ત્યારે મનસુખે કહ્યુ. "બેટા અમારે તારી સાથે અગત્યની વાત કરવી છે." "હા.બોલોને માસા." મનસુખની બરાબર સામેની ખુરશી પર બેસતા એ બોલ્યો.ઉર્મિલા રસોડામાં એઠા ઠામ ધોવાનુ પડતુ મૂકીને મસોતાથી હાથ લૂછતા લૂછતા ઉતાવળે પગલે આવી અને મનસુખની બાજુમાં બેસી ગઈ.એનુ હૈયુ સૂરજને પોતાના કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારવા થનગનતુ હતુ. ઉર્મિલાના આવી ગયા બાદ મનસુખે સૂરજને કહ્યુ. "બેટા ઈશ્વરે આપેલું બધું જ અમારી પાસે છે.બંગલો.પૈસો.સુખ.પણ અમારા ગયા પછી આ બધું કોણ વાપરશે એની ચિંતા છે." સુરજ કુતુહલ થી મનસુખને સાંભળી રહ્યો હતો. મનસુખે આગળ ચલાયુ. "બેટા તુ જ્યારથી અમારા જીવનમા આવ્યો છે ત્યારથી અમે તો