પ્રારંભ - 54

(65)
  • 4.6k
  • 2
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 54રુચિએ કેતનને ડીનર પાર્ટી માટે પોતાના બંગલે બોલાવ્યો હતો અને એના માટે એણે સ્વાદિષ્ટ દાળઢોકળી બનાવી હતી. દાળઢોકળી કેતનની પ્રિય આઈટમ હતી એટલે દિલથી એનો રસાસ્વાદ માણતો હતો. રુચિ પણ એની સાથે ને સાથે જમી રહી હતી. એણે એની મમ્મીને કેતનના આવતા પહેલાં જ જમાડી દીધી હતી. જમ્યા પછી કેતન ઉભો થયો અને વોશબેસિન પાસે જઈને હાથ ધોઈ નાખ્યા. એ પછી નેપકીન લઈને હાથ લૂછતો લૂછતો ફરી ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો. "અરે તમે તો બહુ જ ઓછું જમ્યા !કેટલી બધી દાળઢોકળી બનાવી છે મેં ! " રુચિ કેતન સામે જોઈને બોલી."મેં તો ધરાઈને જમી લીધું રુચિ. દાળઢોકળી હોય