પ્રારંભ - 52

(62)
  • 4.4k
  • 2
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 52ધનતેરસથી શરૂ કરીને ભાઈ બીજ સુધીના દિવાળીના પાંચ દિવસ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. " મારે પંડિતજી સાથે વાત થઈ છે. ૧૫ મી ડિસેમ્બર પહેલાં સાતેક મુરત છે અને ડિસેમ્બરમાં જો લગન ના લેવાં હોય તો પછી જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી બીજાં મુરત આવે છે. " લાભપાંચમના દિવસે સવારે જગદીશભાઈએ કેતનનાં લગ્નની વાત કાઢી. " જાન્યુઆરીમાં જ રાખો પપ્પા. મારે હમણાં ઘણા કામ છે. ડિસેમ્બર તો હમણાં આવી જશે. " કેતન બોલ્યો. " ઠીક છે તો પછી તારી અને જાનકીની રાશિ પ્રમાણે મકરસંક્રાંતિ પછીનું કોઈ સારું મુરત જોવડાવી દઉં છું. " જગદીશભાઈ બોલ્યા. એ દિવસે