કલ્મષ - 19

(42)
  • 2.9k
  • 1.7k

સ્વામી નિર્ભયાનંદજીના આદેશને અનુસરીને વિવાન ભોજન પતાવી તેમની પાસે ગયો ત્યારે થોડીવાર પહેલા બેઠેલી વ્યક્તિ હજી સ્વામીજી સાથે જ વાતોમાં ગૂંથાયેલી હતી. 'આવ વિવાન, આમને મળ , આ છે શેઠ ભગીરથ ગોસ્વામી. મુંબઈની અગ્રગણ્ય પ્રકાશન સંસ્થાના માલિક। અને ભગીરથજી આ છે વિવાન , લેખક છે. વધુ તો તમે જ જાણી લેશો.ભગીરથ ગોસ્વામીએ હળવું સ્મિત કરીને અભિવાદન કર્યું. વિવાને પાસે આવીને બંનેને હાથ જોડીને અભિવાદન કર્યું.બેઠી દડીનો બાંધો, ગૌર વર્ણ , કપાળે દોરેલું વિષ્ણુપગલાનું તિલક અને માથે ગાંધી ટોપી। ભગીરથજીના ચહેરા પર અસાધારણ તેજ હતું , સ્વામીજીના ચહેરાને મળતું. 'વિવાન , એમની પાસે એક ભીષમ પ્રકલ્પ છે: હિન્દૂ સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર