મા કેવી રીતે હા પાડે??

  • 2.1k
  • 848

વાર્તા:- મા કેવી રીતે હા પાડે?રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીએક મા પોતાનાં બાળકને જેટલો વહાલ કરે છે એટલો તો કદાચ પોતાની જાતને પણ નહીં કરતી હોય. એક સ્ત્રી માટે એનો પરિવાર જ એની દુનિયા હોય છે. પરંતુ જો એ સ્ત્રી મા હોય તો એની જીંદગી બાળકની આસપાસ જ ફરતી રહે છે. આવામાં જો એક માનું બાળક શારિરીક ખામી સાથે જન્મ્યું હોય તો તો એ સમાજની પણ ઉપરવટ જઈને એનો ઉછેર કરે છે. આવી જ એક માતાની વાર્તા રજૂ કરી રહી છું.સંજય અને ઊર્મિ બંને એક આદર્શ યુગલ તરીકે ગણાતાં હતાં. જ્યારથી એમનાં લગ્ન થયાં ત્યારથી સૌનાં મોઢે એમનાં વખાણ જ