રેટ્રો ની મેટ્રો - 29

  • 2.5k
  • 1
  • 876

ફ્રેન્ડઝ, હિન્દી સિને જગતના એક સંગીતકાર એવાં ગજબના કે તેમનું સંગીત સાંભળીએ તો લાગે જાણે કોઈ ફૂલોના બગીચા માં સવારની તાજી હવા ની વચ્ચે આપણે બેઠા છીએ, ભમરા નો મસ્ત ગુંજારવ થઈ રહ્યો છે, ક્યાંક મીઠી વાંસળી ની ધૂન સંભળાઈ રહી છે અને ક્યાંક પાસે જ તળાવ ની લહેરો ધીમે ધીમે કિનારાને ટકરાઈને આંદોલિત થઇ રહી છે.મને ખાતરી છે કે દરેક રેટ્રો ભક્ત ના મનમાં આ વર્ણન સાથે ઝબકી ગયા હશે સચિનદેવ બર્મન, આપણા પ્યારા સચિન દા કે પછી એસ ડી બર્મન. આમ તો ૩૧મી ઓક્ટોબર 1975ના દિને આ સંગીતકાર આપણને છોડીને હંમેશને માટે ચાલ્યા ગયા તેમ છતાં તેમના સુમધુર