માડી હું કલેકટર બની ગયો - 28

  • 2.5k
  • 1.4k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૮સાંજનો સમય હતો. એક બાજુ વરસાદની એ ધીમી ધારે જીગર હવે ઘરે જવા માટે નીકળ્યો. પંડિત અને ગુપ્તા બંને સાથે જ જીગરને રેલ્વે સ્ટેશન એ મુકવા માટે જવાના હતા.ત્રણેય મિત્રો રીક્ષા માં બેઠા હતા.ત્યાંજ પંડિત બોલ્યો - કેટલું સારું હોય છે ને જીગર જયારે આપણે સફળ થઈ જઈને બધા જ સંઘર્ષો નો અંત આવી જાય છે. અને એક નવીજ દુનિયા તમને નજરે આવે છે. જીગર હજી તારે ઘણું આગળ વધવાનું છે અને આ નવી દુનિયાનો અનુભવ અમને જણાવવાનો છે.જીગર - પંડિત, દુનિયા તો એજ રહે છે પણ તેનો સફળ લોકો પ્રત્યેની જોવાની નજર જ