માડી હું કલેકટર બની ગયો - 23

  • 2.6k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૨૩મુખ્ય પરીક્ષા નું રિઝલ્ટ ઇન્ટરનેટ પર લોડ થઈ રહ્યું હતું. ગુપ્તા નો મિત્ર શરદ બધા ના રિઝલ્ટ જોવા માટે ઇન્ટરનેટ કાફે માં ગયો. જીગર ની સાથે પંડિત અને વર્ષા શ્વાસ રોકીને રિઝલ્ટ ની રાહ જોઈ રહ્યા હતા. પંડિતે આ વખતે મુખ્ય પરીક્ષા આપી હતી. વર્ષા પણ જીગરનું રિઝલ્ટ જોવા માટે જીગર ના રૂમ પર આવી હતી. ગુપ્તા તો પ્રિલીમ માં ફેઈલ થયો હતો એટલે તે પણ આજે ખાલી મનોરંજન કરવા માટે જીગરના રૂમ પર આવ્યો હતો. ગુપ્તા હવે એક પત્રકાર ની ભૂમિકામાં આવી ગયો. તેને સિગારેટ નો ધુમાડો ઉડાડતા જીગરને કહ્યું - જીગરજી, આ