આશા અમર છે

  • 2.5k
  • 1.1k

********** સાહિલ અને રાહિલ બે ભાઈ ઉંમરમાં માત્ર ત્રણ વર્ષનો ફરક હતો. રાહિલ તોફાની બારકસ અને સાહિલ શાંત. સાહિલ નાનાભાઈ રાહિલ સાથે બહુ માથું ફોડતો નહી. ક્યારે વિકરાળ સ્વરુપ ધારણ કરે કહેવાય નહી. પ્રેમ ખૂબ હતો સાહિલ હંમેશા રાહિલ માટે 'ભાગ' રાખતો. મમ્મી કે પપ્પા કાંઇ પણ આપે સાહિલ મોટો એટલે તેને પોતાનમાંથી થોડું અવશ્ય આપે. સાહિલ દરરોજ રાહિલનો હાથ પક્ડી રસ્તો ઓળંગે. મમ્મી અને પપ્પા બે ભાઈઓનો પ્રેમ જોઈ ખુશ થાય. સ્વભાવે ઉત્તર અને દક્ષિણ પણ પ્રેમ અતૂટ. 'મમ્મી, આજે દાખલા જરા અઘરા છે'. રાહિલે પોતાના રુમમાંથી બૂમ પાડી. 'સાહિલ તને મદદ કરશે'. સાહિલ તેનું શાળાનું કામ કરવામાં મશગુલ