શમણાંની શોધમાં - પ્રકરણ 20

(78)
  • 3.1k
  • 1
  • 2k

          થોડોક સમય આરામ કરીને બંનેએ ફરી ચર્ચા શરુ કરી.           “આપણે ક્યાં કેદ છીએ એ તો અંદાજ આવી ગયો પણ હવે બસ આપણને કેમ કેદ કર્યા છે એ જાણવું જરૂરી છે...” ચાર્મિએ કહ્યું.           “એ જ મુશ્કેલ છે..”           “હા છતાં જરૂરી પણ...”           “જરૂરી કેમ? મને ન સમજાયું. આપણને કોણે કેદ કર્યા છે અને કેમ કેદ કર્યા છે એનાથી શું ફેર પડે છે? બસ આપણે અહીથી નીકળવામાં સફળ થઈએ કે તરત જ આપણે પોલીસની મદદ લઇ લઈશું.”