શમણાંની શોધમાં - પ્રકરણ 18

(76)
  • 2.7k
  • 1.6k

          શ્યામની આંખો ખુલી ત્યારે ચાર્મિ એની સામે બેઠી હતી. ચાર્મિનો ચહેરો પહેલા કરતા વધારે તાજગીભર્યો દેખાતો હતો.  શ્યામે આંખો ખોલી એટલે તેની સામે જોઈ એ છોકરીએ વિચિત્ર સ્મિત ફરકાવ્યું.           શ્યામના મનમાં વિષાદ છવાઈ ગયો. કાશ! એ અર્ચના હોત તો એ સામે સ્મિત આપી શક્યો હોત પણ?           “તેં આરામ કરી લીધો હવે તારું મગજ કઈક કામ કરશે એવું મને લાગે છે.” ચાર્મિના ચહેરા પર સ્મિત હતું.           “હા, આજે ઘણા દિવસે કેદમાં એકલો નહોતો એટલે શાંતિથી ઊંઘ આવી અને મગજ પણ શાંત