વસુધાએ રાજલનો ફોન ઉપાડી વાત કરી લીધી અને બોલી ‘હું અહીંથી ગામ આવવા નીકળી ગઇ છું રૂબરૂજ બધી વાત કરીએ.” ત્યાં પરાગે જોરથી કહ્યું “રાજલબેન વસુધા ચેરમેન બનીને આવી રહી છે આ એકદમ તાજા સમાચાર છે” એમ કહીને હસ્યો. રાજલે સાંભળતાંજ ખુશીથી કહ્યું “વાહ અમારી સખીનો વટ છે કંઇ નહીં. તમે આવો તમારો સત્કાર કરીશું. ચેરમેન સાહિબા..” ફોન મૂકાયો અને વસુધાએ પરાગને ટોક્યો “હમણાંથી કહેવાની શું જરૂર હતી ત્યાંજ જઇ રહેલાં છીએ.” પરાગે કહ્યું “મારી ખુશી એટલી હતી કે ચૂપ રહીજ ના શક્યો”. વસુધા કંઇ બોલી નહીં પરાગ સામે જોઇને હસી. વસુધાએ કહ્યું “ખરીદી કરી આવ્યો સીટીમાં જઇને ? શું