ડાયરી - સીઝન ૨ - લાઇટ, કૅમેરા, એક્શન

  • 1.7k
  • 862

શીર્ષક : લાઇટ, કૅમેરા, એક્શન©લેખક : કમલેશ જોષી એક મિત્રે પેલા ‘હેલ્થ ઇસ લોસ્ટ, સમથીંગ ઇઝ લોસ્ટ’ વાળા સુંદર વાક્યને ટ્વીસ્ટ કરી નવું વાક્ય કહ્યું: ‘જો તમે દુનિયાના તમામ લોકોને નથી ઓળખતા તો નથીંગ ઇઝ લોસ્ટ, જો તમે તમારા મિત્રો, પરિચિતો, સગા સ્નેહીઓને સાચી રીતે નથી ઓળખતા તો સમથીંગ ઇઝ લોસ્ટ પણ જો તમે તમને ખુદને જ સાચી રીતે નથી ઓળખતા તો એવરીથીંગ ઇઝ લોસ્ટ.’ અમારા સૌની આંખોમાં અનેક પ્રશ્નો ડોકાયા. ખુદને આપણે ન ઓળખતા હોઈએ એવું બને ખરું? શું આપણે અને ખુદ બે અલગ પાર્ટી છે? શું આપણે જ ખુદ નથી? જેણે ઓળખવાનો છે એ અને જેને ઓળખવાનો છે