જલપરી ની પ્રેમ કહાની - 8

  • 2.6k
  • 1.5k

ભાઈ હું આજે અહીં તમારા રૂમમાં જ રોકાઈ જાવ? કેમ ભાઈ હે તમારો સરસ મજાનો રૂમ છે ત્યાં જઈને સૂઈ જાવ. મુકુલ હસતાં હસતાં બોલ્યો. ભાઈ કાલે સવારે તો તમે જતા રહેશો પછી તો ખબર નઈ ક્યારે તમારી સાથે વાત કરવાનો આવો ફ્રી ટાઇમ મળશે માટે આજે તમારી સાથે જ રોકાઈ જાવ દિલ એવું કે છે. વિશાલ થોડો ગંભીર થઈ ગયો, પહેલી વાર એની આંખમાં ઝળઝળીયાં આવ્યા. વિશાલની વાત સાંભળી ને મુકુલનાં મન ઉપર જાણે વિશાદનું કોઈ આવરણ છવાઈ ગયું. થોડીક ક્ષણો માટે બંને ભાઈ ચૂપ રહ્યા, આખા રૂમમાં શૂન્યવકાશ પથરાઈ ગયો પણ થોડી જ ક્ષણોમાં મુકુલે વાતને સંભાળી લીધી.