સથવારો.....સંબંધો ભાગ્યનાં - 5

  • 2.7k
  • 1.6k

સાકર અને નાનજીનો સંસાર ●●○○○●●●●○○○○●●●●○○○●●●●○○○○ ગૌધુલીવેળા થઈ નાનજી ફળીયામાં બેઠો બેઠો હુક્કો ગડગડવતો હતો ,એ એની ધૂનમાં સાકરને વિસરી જ ગયો.બીજી બાજું સાકર અંદરનાં ઓરડામાં કોઠાબાજું ખુલતાં કમાડનાં ઉંબરે બેઠી હતી.બંને વચ્ચે એકપણ શબ્દની આપ -લે હજી થઈ નહોતી. બાજુમાં એકલા રહેતાં બઘીઆઈએ ઘરમાં ડોકિયું કર્યું અને નાનજી ને ઉધડો લીધો."આમ શું બેસી ગ્યો? તારા આ અવાવરૂ ઘરમાં વવ (વહું) શું કરે?હાલો મારે ઘેર રોટલાં ઘડી નાખી.કાલ અમે ફળીયાંની બાયું (બહેનો- સ્ત્રીવર્ગ) સંધુય (બધું જ) સરખું કરી નાખશું"આઈએ સાકરનાં માથા પર હેતાળ હાથ ફેરવ્યો. અને પોતાનાં ઘરે લઈ આવ્યાં. સાકરનાં મોઢાં પરની મુંઝવણ પારખી આઈએ એને પોતાની પાસે રાત રોકી