સથવારો.....સંબંધો ભાગ્યનાં - 3

  • 2.5k
  • 1.5k

વિતેલી અડધી સદીની સફર આગળ ●●●●●○○○○○○●●●●●●●○○○○••••• સાકરનાં મામાનું ગામ તો દૂરનું કનકપૂર . ત્રણ - ત્રણ દિકરા ધીંગાણામાં ગુમાવ્યા પછી એનાં નાનાએ સૌથી નાના દિકરાને સરિતાનગર મોકલી દીધેલ મોટી બે'ન પાસે. એ માનતા 'શિર સલામત તો પઘડીયાં બહોત'એ મામા કાનજી ને ફુઈ લક્ષ્મી (અહીં મામી ) કરા-પડોશી.આછી પાત્તળી ખેતી ,મનનાં અમીર સંતોષી જીવ. લક્ષ્મીને સાકર પર ખૂબ હેત ,એનાં લંબગોળા મોઢા ,હોઠપરનાં તલ ને પાણીદાર આંખો જોઈને એ ધરાતી જનહીં. સાકરની અવગણનાની પણ સાક્ષી.ક્યારેક એનાં વાળમાં તેલ નાખી દે..તો ક્યારેક લાપસીનાં કોળીયા ભરાવે. ને કાન પાછળ મેશનું ટપકું તો ભુલે જ નહી,જાણે એનાં પર આવનારી બધી ઉપાધિ એ ટપકાંમાં કેદ