સથવારો.....સંબંધો ભાગ્યનાં - 2

  • 2.9k
  • 1.7k

વિતેલી અડધી સદી... ●●●●●○○○○●●●●●○○○○○●●●●● ગુજરાતનાં છેવાડાનાં જિલ્લાનું ગામ સરિતાનગર મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગથી લગોલગ. ગામમાં વચ્ચોવચ્ચ જીવા આતાનો ડેલો..આમતો હવેલી જ ગણાય. ગામનાં સૌથી સધ્ધર ખેડૂત-જમીનદાર ,પાંચમાં પુછાય એવી શાખ. ધોળા બાસ્તાં જેવાં કપડાં , માથે આટીયાળી પાઘડી .પોતાની ચાંદીનાં વરખવાળી કડીયાળી ડાંગ લઈને , મોચી પાસે સીવડાવેલાં અસ્સલ ચામડાનાં અણીયાળાં જોડાં પહેરીને નીકળે ત્યારે ગામમાં થોડીવાર માટે સોપો પડી જતો. પાંચ પાંચ દીકરાનાંબાપને એક જ વાતનો વસવસો કુળમાં ત્રણ પેઢીથી એક પણ માંડવો નહીં,ફુઈ નહી બે'ન નહી અને હવે દીકરી પણ નહી. કઈં કેટલીય માનતાઓ પછી દીકરીનો જન્મ થયો.જોતાંજ આંખ ઠરે એવી,સાથે જોડીયા ભાઈને લઈને આવી..મનની મધુરપ આપે એવી દીકરીનું