પ્રારંભ - 50

(61)
  • 4.4k
  • 2
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 50લલ્લન પાંડે સાથે ફાઇનલ મીટીંગ કર્યા પછી કેતન અને રુચિ વિલે પાર્લેની શિવસાગર રેસ્ટોરન્ટમાં ભેગાં થયાં હતાં. લલ્લન પાંડે ગોરેગાંવનો દબાણ કરેલો પ્લૉટ ૩૦ કરોડ રૂપિયા લઈને પાછો આપી દેવા તૈયાર થયો હતો. કેતને એ ૩૦ કરોડ ચૂકવવા માટે રુચિ પાસેથી ૧૦ ૧૦ કરોડના ત્રણ ચેક લઈ લીધા હતા. શિવસાગર રેસ્ટોરન્ટમાંથી ૬ વાગે છૂટો પડીને કેતન પોતે જ્યાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા એ ચિત્તરંજન રોડ ઉપર આવેલી અથર્વલક્ષ્મીની સાઈટ ઉપર ગયો. બહારથી તો સ્કીમ લગભગ તૈયાર થઈ ગયેલી દેખાતી હતી. કેતન નીચે ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં જઈને બિલ્ડર સુરેશભાઈ ગોટેચાને મળ્યો. ગોટેચાએ જ આ સ્કીમ મૂકી હતી. "સુરેશભાઈ