પ્રારંભ - 46

(67)
  • 4.7k
  • 2
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 46છેવટે જામનગરને અંતિમ વિદાય આપવાનો દિવસ આવી ગયો ! કેતન એ દિવસે વહેલી સવારે ચાર વાગ્યે જાગી ગયો અને હાથ મ્હોં ધોઈને ધ્યાનમાં બેસી ગયો. એણે આજે ચેતન સ્વામીને ધ્યાનમાં બોલાવવાની કોશિશ કરી પરંતુ ઘણી કોશિશના અંતે પણ ચેતન સ્વામી એની સામે ના આવ્યા. એ પછી એણે પોતાના સ્પિરિચ્યુઅલ ગાઈડ સ્વામી અખિલેશજીને દિલથી યાદ કર્યા ત્યારે એ થોડી મિનિટોમાં પ્રગટ થયા. " આજે જામનગરની વિદાય લઈને કાયમ માટે મુંબઈ તરફ પ્રસ્થાન કરી રહ્યો છું ત્યારે ચેતન સ્વામીનાં દર્શન કરવાની ઈચ્છા હતી. મારે એમના આશીર્વાદ લેવા હતા ! " કેતન બોલ્યો. " સિદ્ધ મહાત્માઓ એમ આપણે ઈચ્છીએ એ મુજબ