કસક - 27

(11)
  • 2.5k
  • 1
  • 1.6k

તેઓ બનારસ લગભગ દોઢ દિવસે પહોંચ્યા. લગભગ બપોરના ચારેક વાગ્યાની આસપાસ. આમતો વહેલા પહોંચી જવું જોઈએ હતું પણ રસ્તામાં એક જગ્યાએ એક્સિડન્ટ થયો હોવાથી થોડું ટ્રાફિક નડ્યું અને અધુરામાં પૂરું ટ્રકમાં પંચર પડ્યું. ત્યાં સુધીમાં તો આરોહી દિલ્હી પહોંચી ગઈ હતી.તે તેટલો થાકેલો હતો કે તે એક હોટલની રૂમ લઈને તેમાં સુઈ ગયો અને ઉઠ્યો રાતના નવએક વાગ્યે. તે પણ તેને ભૂખ લાગી હતી એટલે. તેણે ખાધું ના ખાધું અને હજી તેની ઊંઘ બાકી રહી ગઈ હોય તેવી લાગણી થઈ. તે પાછો સુઈ ગયો અને ઉઠ્યો સીધા સવારના સાડાત્રણ વાગ્યાની આસપાસ. બનારસમાં સાડા ત્રણ વાગ્યે વાગ્યે ઉઠવું સામાન્ય વાત છે.ત્યાં