ધ સ્કોર્પિયન - પ્રકરણ-105

(67)
  • 3.8k
  • 3
  • 2.3k

રાવલો એની હથિયારબંધ ટોળકી સાથે જંગલની મધ્યમમાં પહોંચ્યો ખૂબ ઝાડ અને વનરાજી હતી ધોળે દિવસે અંધારું જણાતું હતું. રાવલાએ બધાને એક વિશાળ વૃક્ષ નીચે ઉભા રહેવા જણાવ્યું એની નજર ચારોતરફ ફરી રહી હતી. વનરાજીની બહાર ઊંચા ઊંચા પહાડો હતાં... ઝરણાં વહી રહેલાં. પહાડીની એક કેડી જે નિયમિત જંગલમાં આવવા જવા માટે વપરાતી હતી તે સ્પષ્ટ જોવાં મળી રહી હતી. રાવલાએ પેલાં લોબોને કહ્યું "એય લોબો આ સામે દેખાય એજ કેડી રસ્તે પેલો આવવાનો છે ને ?” લોબોએ હાથ લાંબો કરી કહ્યું આજ કેડીથી એ અમને અહીં લાવેલો. અમને અહીં વીંછીનાં ઝેરમાંથી બનેલો પાવડર અને પ્રવાહી આપવાનો હતો સાથે વાજીકરણની દવાઓ