ધ સ્કોર્પિયન - પ્રકરણ-104

(63)
  • 3.5k
  • 4
  • 2.3k

રાવલો સવારે આજે વહેલો ઉઠી તૈયાર થયો. હજી મળસ્કુ જ થયું હતું અને એ શેષનારાયણાયને પ્રણામ કરી ધ્યાનમાં બેઠો. પૂજા પરવારીને મંદિરની બહાર નીકળ્યો ત્યાં સામે રુહી સ્નાનાદી પરવારીને આવી. એણે આશ્ચર્ય થી પૂછ્યુ. “રાવલા આટલો વહેલો ?” રાવલાએ કહ્યું “હું પેલાં લોબોને લઇને જંગલમાં જઊં છું મારી સાથે હથિયારબંધ ટોળકી લઇને જઊં છું મને લોબો પાસેથી જે બાતમી મળી છે એ પ્રમાણે એવું લાગે હું મારાં લક્ષ્યથી સાવ નજીક છું. પેલી વિદેશી છોકરી પર ધ્યાન રાખજો. એની જરૂર પડે એને..”. પછી એ બોલતો અટકી ગયો. રુહી એની સામે જોઇ રહી હતી. એ રાવલાનાં મનનો તાગ પામી ગઇ હતી... એણે