શ્વેત, અશ્વેત - ૪૨

  • 1.7k
  • 770

ક્રિયાને વિદાય આપવા કનિષ્ક પાછા પોરબંદર આવવાના હતા. તેઓ અમેરિકાથી ઉડતા અમદાવાદ આવી પોહંચ્યા હતા. આમ પણ આ કેસને વિરામ આપ્યા વગર આગળ વધાય તેવી કોઈ સ્થિતિ ન હતી. ક્રિયાની મૃત્યુના આઠમી રાત્રે  તેઓ પોહંચ્યા હતા. પોતાના કોંડોલેન્સ આપવા, તેઓ પોરબંદર જવાના હતા.  તેજ સમયે નાઝ પણ પોરબંદરથી ઘણી દૂર આવેલા એક કેફેમાં બેસી હતી. અહીં તે કોઈકને મળવા આવી હતી. અને તે એ વ્યક્તિની રાહ જોઈ રહી હતી, જે વ્યક્તિ હવે તેને શ્રુતિના કીલર સુધી પોહંચવામાં સૌથી વધુ મદદ કરશે. પણ તે વ્યક્તિ લેટ હતો.  તનિષ્ક અમદાવાદ એરપોર્ટમાં આવેલી ટેક્સીમાં બેસ્યા. નિષ્કાએ ગાડીમાં બેસતા વખતે સમર્થ વિશે કઈક વિચાર્યુ.