ઘૂંઘરું

  • 2.2k
  • 854

વેદાંતીએ જ્યારથી ભરતનાટ્યમના કલાસ શરૂ કર્યા ત્યારથી તેનામાં ગજબનું પરિવર્તન જણાયું છે. એકદમ આળસુ એવી વેદાંતી નિયમિત બની ગઈ છે. તેની સ્વસ્થતા અને સુંદરતામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. તેનાં આચાર વિચારો સુસંસ્કૃત થઈ ગયા છે. રોજ સવારે વહેલાં ઊઠી ભરતનાટ્યમના કલાસ ભરવા, ઘરે આવી જમીને શાળાએ જવું અને સાંજે ટ્યુશન. રાત્રે વાંચવા બેસે અને વહેલી સૂઈ જાય. તેની માતા ખૂબ જ ખુશ હતી. એકદમ સ્વચ્છંદી અને સ્વતંત્ર વિચારો ધરાવતી વેદાંતી અચાનક જ બદલાઈ ગઈ તેનું કારણ તેનાં ભરતનાટ્યમના ગુરૂ પૂ.શ્રી ધીમહિ મેડમ. ધીમહિ મેડમના આશીર્વાદ. ધીમહિ મેડમની પ્રેરણાદાયી વાતો, તેમનું તેજસભર વ્યક્તિત્વ અને સાથે સાથે તેમનું અનુશાસન. કોલેજમાં