આઇલેન્ડ - 55

(41)
  • 4k
  • 3
  • 2.1k

પ્રકરણ-૫૫. પ્રવીણ પીઠડીયા. કોઈ હોલીવૂડની થ્રિલર ફિલ્મમાં ઘટતી ઘટના જેવું એ દ્રશ્ય હતું. મને વિશ્વાસ નહોતો થતો કે નજરો સામે દેખાતું દ્રશ્ય સત્ય પણ હોઈ શકે..! આંખો ફાડીને હું કૂવાની દિવાલમાં દેખાતું બારણું જોઈ રહ્યો. માનસા મારી પાછળ આવી હતી અને તેણે પણ મોબાઈલની સ્થિર રોશનીમાં એ બારણા જેવી રચના જોઈ. એ નાનકડી બારી જેવું, લગભગ બે બાય ચાર ફૂટનું બારણું હતું. માનસાએ ઉત્તેજનાભેર મારો હાથ પકડી લીધો. “શું છે એ…?” તેણે પૂંછયું. “જે તું સમજી રહી છે.” મેં કહ્યું. “મતલબ કે… ઓહ ભગવાન.” તેનો અવાજ કાંપી ઉઠયો. તેની આંખોમાં વિસ્મયનું ઘોડાપૂર ઉમટયું અને અવિશ્વાસભરી નજરે મને તાકી રહી. હું