આઇલેન્ડ - 52

(42)
  • 3.7k
  • 4
  • 2k

પ્રકરણ-૫૨. પ્રવીણ પીઠડીયા. શ્રેયાંશ જાગીરદાર હસ્યો. પહેલા ધીમેથી અને પછી જોરથી. તેના અટ્ટહાસ્યથી બેડરૂમની દિવાલો પણ ખળભળી ઉઠી હતી. ક્યાંય સુધી તે ગાંડાની જેમ એકલો-એકલો હસતો રહ્યો અને પછી એકાએક અટક્યો ત્યારે તેની આંખોમાં લાલ હિંગોળાક તરી આવ્યું હતું. અઢળક ઐશ્વર્ય વચ્ચે તેનું બાળપણ વિત્યું હતું. તે એક ચીજ માંગતો ત્યારે હજ્જારો વસ્તુંઓ તેની સમક્ષ ખડી કરી દેવામાં આવતી. અઢળક ચીજો જોઈને તેને અસિમ આનંદ આવતો અને તેની ડિમાન્ડ ઓર વધતી. એ સમયે તેને એક વાત બરાબર સમજાઈ હતી કે આ દુનિયામાં સૌથી પાવરફૂલ કોઈ વસ્તું હોય તો એ છે પૈસો. બસ… એ પછી તેને પૈસાની, ઐશ્વર્યની જાણે લત લાગી