પ્રકરણ-૫૧. પ્રવીણ પીઠડીયા. “કોણ શંકર..?” માનસાનો એ પ્રશ્ન શ્રેયાંશને ખળભળાવી ગયો. હવે એ કેમ સમજાવે કે શંકર કઈ હસ્તીનું નામ હતું અને તેણે શું કર્યું હતું...? તેના જેવો વફાદાર માણસ આ દુનિયામાં શોધવો દોહ્યલો હતો. રુદ્રદેવનાં મંદિરમાં છૂપાવેલો ખજાનો શંકર સિવાય જો અન્ય કોઈ વ્યક્તિનાં હાથમાં આવ્યો હોત તો ચોક્કસ અત્યાર સુધીમાં એ ખજાનો નામશેષ બની ચૂક્યો હોત. પરંતુ શંકર જૂદી જ માટીનો બનેલો વ્યક્તિ હતો. એ સમયે ખજાના સાથે તે અંતર્ધાન થયો ત્યારબાદ ક્યારેય કોઈને દેખાયો નહોતો. ખાજાનો તેણે ક્યાં છૂપાવ્યો હતો અને તે ખૂદ ક્યાં સંતાયો હતો એ રહસ્ય આજે પણ રહસ્ય જ હતું. “શંકર… એ કોણ હતો