પ્રકરણ-૪૬. પ્રવીણ પીઠડીયા. “વોટ…?” હું ઉછળી પડયો અને હેરતભરી નજરે માનસા સામું જોઈ રહ્યો. “એમા આટલું ચોંકવાની જરૂર નથી..! મેં આવી જ કે તેને મળતી ચીજ જોઈ છે.” “તું શ્યોર છે…?” હજું મારા માનવામાં આવતું નહોતું. તેના કારણે હું ગોટાળે ચઢયો હતો. તે કહેતી હતી કે તેણે મારાં ટેબલ ઉપર પડેલો લાકડાનો ટૂકડો બીજે પણ ક્યાંક જોયો છે. પણ ક્યાં..? એ તેને પાક્કું યાદ આવતું નહોતું. હું મોં વકાસીને તેને જોઈ રહ્યો. એક મહત્વની કડી તેની પાસેથી મળે એમ હતી અને તેને કશું યાદ નહોતું. મને લાગતું હતું કે એને ચોક્કસ કોઈ ભ્રમ થયો હશે. “હું કહું છું ને તને…