આઇલેન્ડ - 45

(38)
  • 3.6k
  • 4
  • 2.1k

પ્રકરણ-૪૫. પ્રવીણ પીઠડીયા. રોનીનું મગજ ધમધમતું હતું. એક સાથે હજ્જારો વિચારોનો શંભુમેળો તેના મનમાં જામ્યો હતો. તેને લાગતું હતું જાણે તે કોઈ ઉંડી ગહેરી ખાઈમાં સરકી રહ્યો છે જેમાથી બહાર નિકળવાનો કોઈ રસ્તો નથી. જીવણાનાં મોત સાથે તેના પિતાજીનાં મોતનું સામ્ય, માં નું ગાયબ થવું, એક જર્જરિત પૂસ્તકમાં છપાયેલા આછા… લગભગ ભૂસાવાની અણીએ આવેલા શબ્દો, તેમાં દોરેલા વિચિત્ર ચિત્રો, પેલો લાકડાનો ગોળ ટૂકડો, માનસા અને તેનો ભાઈ ડેની, બધું જ તેના મનમાં કોઈ વાવાઝોડાની જેમ ઘૂમરાતું હતું. ગેરેજેથી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો તેણે કેટલુંય વિચારી નાંખ્યું હતું. તેણે ઘરનાં આંગણમાં બાઈક પાર્ક કરી જ હતી કે એકાએક તેનો ફોન