આઇલેન્ડ - 43

(35)
  • 3.5k
  • 4
  • 2k

પ્રકરણ-૪૩. પ્રવીણ પીઠડીયા. વસંત માડુ ધમલાની નાસમજી પર હસ્યો હતો પરંતુ તેના મનમાં બરાબર ગડ બેઠી હતી. કોઈ માણસ આટલાં ભયંકર તોફાનમાં ક્યારે રિસ્ક લેતો હોય એની સમજ હતી તેનામાં. અને એટલે જ તે ડાયરેક્ટ એકશન લેવાનાં મૂડમાં આવ્યો હતો. “ધમલા, જેણે પણ આ ખટારાઓ ભરીને માલ મોકલાવ્યો છે એને આ તોફાનનો અંદાજો હશે જ. છતાં તેણે જોખમ ખેડીને રિસ્ક લીધું. શું કામ…!” તે અટક્યો. તેની આસપાસ જમાં થયેલા તેના માણસો બરાબર કાન માડીને તેને સાંભળી રહ્યાં હતા. ખાસ કરીને ધમલો. એ જાડી બુધ્ધીનો લઠ્ઠ આદમી હતો છતાં વસંત માડુ સાથે રહીને થોડો ઘણો હોંશીયાર બની ગયો હતો. “શું કામ…?”