આઇલેન્ડ - 41

(37)
  • 3.2k
  • 2
  • 2k

પ્રકરણ-૪૧. પ્રવીણ પીઠડીયા. શંકર અને તેના ચાર સાથીદારો મંદિરનો ખજાનો લઈને તેના ગંતવ્ય સ્થાને પહોંચવા આવ્યાં હતા છતાં આજે શંકરનું મન ઉદાસ હતું. તેના મનમાં ગ્લાની ભાવ ઉદભવ્યો હતો. તેનો ખાસ મિત્ર, સંકટ સમયનો સાથીદાર, સગા ભાઈથી પણ અદકેરો એવો દોસ્ત વેંકટો મરાયો હતો એની વેદનાથી તેનું હદય ફાટતું હતું. એકાએક તે પોતાને સાવ નિસહાય બની ગયેલો મહેસૂસ કરવા લાગ્યો હતો. વિજયગઢ રાજ્ય હાથમાંથી ગયું, વિરસેન જેવો કર્મષ્ઠ સેનાપતી મરાયો હતો અને હવે વેંકટો પણ તેને છોડીને પરલોક સિધાવી ગયો હતો એ આધાત સહન થાય એવો નહોતો. જો તેના માથે રુદ્રદેવનાં ખજાનાની જવાબદારી ન હોત તો આ સમયે જ તેણે