પ્રકરણ-૩૭. પ્રવીણ પીઠડીયા. શંકરનાં આદેશ પ્રમાણે વેંકટા રેડ્ડી વિજયગઢનો ખજાનો દમયંતી દેવીનાં હાથમાંથી પાછો છીનવી લાવ્યો હતો અને હવે એ ખજાનો તેની નિશ્ચિત કરેલી સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનો હતો. એ સ્થાન વિશે કોઈ નહોતું જાણતું. અરે ખૂદ વેંકટાને પણ શંકરે સાવ છેલ્લી ઘડીએ જણાવ્યું હતું. એ જગ્યાનું નામ સાંભળીને પથ્થર જેવું જીગર ધરાવતો વેંકટો પણ એક વખત ધ્રૂજી ગયો હતો કારણ કે એ જગ્યા સાક્ષાત મોતનાં કૂવા સમાન હતી. ત્યાં ગયેલો વ્યક્તિ આજ સુધી ક્યારેય જીવીત પાછો ફર્યો હોય એવું તેણે સાંભળ્યું નહોતું. પરંતુ શંકરે કંઈક વિચારીને જ એ જગ્યા પસંદ કરી હશે એમાં કોઈ શંકાને સ્થાન ન હોય એટલી શ્રધ્ધા