આઇલેન્ડ - 30

(39)
  • 3.2k
  • 3
  • 2.2k

પ્રકરણ-૩૦. પ્રવીણ પીઠડીયા. વર્ષોથી… કદાચ સદીઓથી બંધ પડેલી અવાવરું જગ્યામાં શંકરે પગ મૂક્યો. અંદર ઘોર અંધકાર છવાયેલો હતો. શંકરને તેનો અંદાજો હતો જ એટલે તે એક મશાલ પોતાની સાથે લેતો આવ્યો હતો. તેણે પાછળ ફરીને કમરાનું બારણું અંદરથી વાસ્યું અને સાવધાનીથી મશાલ પ્રગટાવી. થોડીવારમાં મશાલની પીળી રોશનીમાં આખો કમરો ઉજાગર થયો. શંકરની ધારણાં કરતાં કમરો ઘણો નાનો હતો. આશ્ચર્યની વાત એ હતી કે કમરો સંપૂર્ણપણે ખાલી હતો. કમરાની ફર્શ પર ધૂળનાં જાડા થર જામેલા હતા. કમરાની અંદર ચાર દિવાલો સીવાય બીજું કંઈ જ નહોતું.  જો કે એ સમજાય એવી વાત હતી કે જેણે પણ મંદિરનો ખજાનો સંતાડયો હશે તેણે એટલું