આઇલેન્ડ - 29

(38)
  • 3.4k
  • 2
  • 2.1k

પ્રકરણ-૨૯. પ્રવીણ પીઠડીયા. દમયંતી દેવીનો ક્રોધ કેમેય કરીને શાંત થતો નહોતો. મહારાજાની આંગળીઓનાં નિશાન ભલે ગાલ ઉપર પડયાં હોય પરંતુ એના સોળ તેમનાં જીગરમાં ઉઠયાં હતા. પોતાના બન્ને હાથ ઘસતા તેઓ આમથી તેમ આંટા મારી રહ્યાં હતા. ભયાનક ગુસ્સાથી તેમનું માથું ફાટ-ફાટ થતું હતું અને મહારાજાની કરતૂતોનો બદલો કેવી રીતે વાળવો એનું ધમાસાણ મનમાં ચાલતું હતું. તેઓ જ્યારથી પરણીને સાસરે આવ્યાં હતા ત્યારથી તેમણે ફક્ત મહારાજા ઉગ્રસેન અને વિજયગઢ રાજ્યને જ પોતાનું સર્વસ્વ માનીને જીવન વિતાવ્યું હતું. લગ્નનાં આટલા વર્ષે હવે એ બધું વ્યર્થ ગયું હોય એવું તેમને લાગ્યું. એ અફસોસ તેમનાં માહ્યલાંને ઝકઝોરતો રહ્યો.  તેઓ એટલા ખૂદ્દાર ખાનદાનમાં જનમ્યાં