આઇલેન્ડ - 28

(47)
  • 3.4k
  • 2
  • 2.3k

પ્રકરણ-૨૮. પ્રવીણ પીઠડીયા. વિરસેન પાસે અફસોસ કરવા સિવાય કંઈ બચ્યું નહોતું. મહારાજા ઉગ્રસેનનાં શયનખંડમાં ચોર દરવાજો બનાવવાનો વિચાર તેમનો જ હતો અને તેમનાં કહેવાથી જ બનાવાયો હતો. ક્યારેક ન કરે નારાયણ અને મહેલમાંથી પલાયન કરવાની નોબત આવે તો આ રસ્તો કામ આવે એ ગણતરીએ તેમણે એક સુરંગ ખોદાવી હતી જેનો એક છેડો મહેલમાં હતો અને બીજો છેડો રાજ્યથી ઘણે છેટે… ઘનઘોર જંગલમાં નિકળતો હતો. એ વ્યવસ્થા મહારાજાની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી પરંતુ આજે તેનો ઉપયોગ મહારાણી દમયંતી દેવીએ બરાબરનો કર્યો હતો. હવે તેમની સમજમાં આવ્યું કે વિજયગઢનાં કોષખાનામાંથી ગાયબ થયેલું ધન ક્યા રસ્તેથી સગેવગે કરવામાં આવ્યું હશે. તેઓ ગફલતમાં