આઇલેન્ડ - 26

(47)
  • 3.7k
  • 5
  • 2.3k

પ્રકરણ-૨૬. પ્રવીણ પીઠડીયા. સમી સાંજનાં સમયે વિરસેન રુદ્ર દેવનાં દર્શને નિકળ્યાં. નગરની મધ્યમાં, અત્યંત વિશાળ જગ્યામાં રૂદ્ર દેવનાં મંદિરનું ભવ્ય પરીસર આકાર પામેલું હતું. મંદિરનો ઉંચો ગુંબજ અને તેની ઉપર ફરફરતી ધજા બાર ગાવ છેટેથી દ્રશ્યમાન થતી. વિરસેન રથનાં આગમનથી મંદિર પરીસરમાં હલચલ મચી ગઈ હતી અને મંદિરે દર્શન કરવા આવેલા નગરજનોમાં ઉત્સાહ ફરી વળ્યો હતો. નગરવાસીઓનું અભિવાદન ઝિલતાં વિજયગઢનાં સર-સેનાપતીએ મંદિરનાં ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો  ત્યારે સંધ્યા આરતીનું ટાણું થવા આવ્યું હતું. મંદિરનાં પૂજારીએ વિરસેનનું પૂરા ભાવથી સ્વાગત કર્યું. ગર્ભગૃહમાં પ્રવેશી વિરસેને રૂદ્ર દેવ સમક્ષ હાથ જોડી શિશ ઝૂકાવ્યું. રદ્ર એટલે શિવ… ગર્ભગૃહમાં શિવ લિંગનાં દર્શનથી તેઓ ભાવ-વિભોર બની ગયા