આઇલેન્ડ - 25

(45)
  • 3.9k
  • 3
  • 2.4k

પ્રકરણ-૨૫. પ્રવીણ પીઠડીયા. રેક નજીક પહોંચીને સાવધાનીથી મેં રેક ઉપરની ધૂળ ઝાપટી હતી. ઘણું ધ્યાન રાખવાં છતાં ધૂળ આખા કમરામાં ઉડી હતી. મારા નાક અને ગળામાં એ ઝિણિ રજ ઘૂસી અને એકાએક જ મને ખાંસી ઉપડી. મિણબત્તીને એક જગ્યાએ ખોસીને ખાંસતાં ખાંસતાં જ રેક ઉપરથી એક પૂસ્તક ઉઠાવીને હું કમરાની વચ્ચે આવ્યો. માનસા મારી પાછળ આવી હતી. તેની હાલત પણ કંઈ સારી નહોતી. ખાસીથી તેનો ચહેરો લાલઘૂમ બની ગયો હતો અને આંખોમાં પાણી ઉભરી આવ્યું હતું. “શું છે એ….?” તેણે પૂંછયું. મેં તેની તરફ પૂસ્તક લંબાવ્યું. એક હાથમાં મિણબત્તી સંભાળતા બીજા હાથે પૂસ્તક લઈને બન્ને બાજું ઉલટાવીને તેણે પૂસ્તકને બરાબર