આઇલેન્ડ - 23

(59)
  • 4.2k
  • 3
  • 2.7k

પ્રકરણ-૨૩. પ્રવીણ પીઠડીયા. માનસાએ જે કહ્યું એ કંઈ એટલું આસાન નહોતું. અને જીવણાનાં મોત સાથે મારે શું લેવાદેવા…? એક જીજ્ઞાષાવશ હું તેની પાછળ પડયો હતો એનો મતલબ એવો થોડો હતો કે માનસાનાં કહેવાથી જીવણાનાં કાતિલોને પકડવા હું જેમ્સ બોન્ડ બની જાઉં..! જીવણાને જે બેરહમીથી વેતરી નાંખવામાં આવ્યો હતો એ જોઈને કોઈપણ વ્યક્તિ તેના કાતિલોનાં હાથે પડવા ન જ માંગે એમો કોઈ શક નહોતો. માનસા કદાચ મજાકમાં બોલી હશે એવું મને લાગ્યું હતું, પરંતુ તેનો ચહેરો ગંભીર હતો. “આર યુ સિરિયસ..? આ સમયે તને મજાક સૂઝે છે…?” “જો અંદર થતી વાતચીત સાચી હોય તો… નહી. હું મજાક નથી કરતી. લાઈફ ઈઝ