આઇલેન્ડ - 21

(51)
  • 3.9k
  • 3
  • 2.7k

પ્રકરણ-૨૧. પ્રવીણ પીઠડીયા. માનસા સ્તબ્ધ હતી. સામે દેખાતું દ્રશ્ય તેના માટે કલ્પનાતિત હતું. વિક્રાંત અને ડેની ભાંગેલી હાલતમાં બેડ ઉપર પડયા હતા અને ડો. ભારદ્વાજ તેની સારવારમાં લાગ્યાં હતા. માનસાની પાણીદાર આંખોમાં દુનિયાભરનું વિસ્મય ઉભરી આવ્યું. ખરેખર તો આ સમયે તેને ક્રોધ ઉદભવવો જોઈએ પરંતુ કોણ જાણે કેમ પણ આ પરિસ્થિતી પસંદ આવી હતી. ન ચાહવા છતાં તેનાથી મનોમન રોનીની પ્રશંસા થઈ ગઈ. વિક્રાંત તેનો બોયફ્રેન્ડ હતો, તેને માથાનો કોઈ મળ્યો હતો અને તેની ધૂલાઈ કરી નાંખી હતી એ બાબતનું ખરેખર તો દુઃખ થવું જોઈએ તેના બદલે એવી કોઈ જ ફિલિંગ્સ દિલમાં ઉઠી નહી એ ખરેખર આશ્વર્ય જનક હતું. તે