આઇલેન્ડ - 20

(53)
  • 4.1k
  • 1
  • 2.8k

પ્રકરણ-૨૦. પ્રવીણ પીઠડીયા. જીમી બેફામ હસતો રહ્યો. હસવાથી તેના ચહેરા ઉપર બાંધેલો પાટો ખેંચાતો હતો અને તાજા જ લીધેલા ટાંકા પહોળા થતાં હતા. પરંતુ… એની કોઈ પરવા હવે નહોતી. તેને તો ડેની અને વિક્રાંતને માર પડયો હતો અને એ પણ તેના દોસ્ત રોનીએ તેમને માર્યાં હતા એ વાતની ઉજાણી કરવાનું મન થતું હતું. જો તેનું ચાલ્યું હોત તો અત્યારે જ તેણે બિયરની બોટલ મંગાવી હોત અને આઈસીયુનાં આ કમરામાં જ પાર્ટી શરૂ કરી દીધી હોત. તેના જીગરમાં અસિમ સકૂન છવાયું હતું. તે એ બન્ને પાસે જવા માંગતો હતો, તેણે એનાં ચહેરા જોવા હતાં. તેને જોવું હતું કે બાપની તાકતનાં જોરે