આઇલેન્ડ - 19

(50)
  • 4k
  • 1
  • 2.7k

પ્રકરણ-૧૯. પ્રવીણ પીઠડીયા. જેમ્સ કાર્ટર ભારે ખંધો આદમી હતો. સાત વર્ષ પહેલા જ્યારે તે હિન્દુસ્તાનનાં બંદરે ઉતર્યો ત્યારે તેની પાસે પોતાની મૂડી કહી શકાય એવું ફાટેલું પેન્ટ અને થિંગડા મારેલું શર્ટ જ હતા. બીજા બધાં અંગ્રેજોની જેમ તેણે પણ હિન્દુસ્તાન વિશે ઘણું સાંભળ્યું હતું. હિન્દુસ્તાનની ખેપ મારીને આવતાં તેના ઓળખીતા લોકોની તરક્કી જોઈને તેને ઈર્ષા થઈ આવતી. તેમના મૂખે એ દેશની જાહોજલાલીનાં વર્ણનો સાંભળીને તેનાં પેટમાં પતંગિયા ઉડવા લાગતાં અને પોતાની ફટીચર હાલત ઉપર ધ્રૃણા ઉદભવતી. રાતનાં સપનામાં પણ તે હિન્દુસ્તાન જવાના સપના જોતો પરંતુ એ એટલું આસાન નહોતું. તેના માટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં અરજી કરવી પડતી અને જે લોકોની