આઇલેન્ડ - 15

(53)
  • 3.6k
  • 2
  • 2.5k

પ્રકરણ-૧૫. પ્રવીણ પીઠડીયા. આજનો દિવસ વેટલેન્ડ માટે ખરેખર અજીબ ઉગ્યો હતો. એક પછી એક એવી ઘટનાઓ બનવી શરૂ થઈ હતી જેના પડઘા આવનારા સમયમાં વેટલેન્ડનું ભવિષ્ય નક્કી કરવાનાં હતા. તેમા એક ઓર ઘટના ઉમેરાઈ હતી. વેટલેન્ડનાં સમૃદ્રમાં તોફાન ઉઠયું હતું. સમૃદ્રનાં ખારા પાણી પરથી સુસવાટાભેર વહેતા પવનો વેટલેન્ડને ધમરોળવા લાગ્યાં હતા અને એ સાથે વરસાદ પણ શરૂ થયો હતો. કોઈ નહોતું જાણતું કે વાતાવરણમાં એકાએક પલટો કેવી રીતે આવ્યો…! બપોર સુધી જે આકાશમાં સૂર્ય ઝળહળી રહ્યો હતો એ આકાશ અત્યારે કાળા ડિબાંગ વાદળોની આગોશમાં સમાઈ ગયું હતું. સમૃદ્રમાં ઉઠતાં વિશાળકાય મોજાનાં પાણી વેટલેન્ડનાં કિનારાઓ વળોટીને શેરીઓ સુધી પહોંચી ગયા હતા.