આઇલેન્ડ - 13

(47)
  • 4.1k
  • 2.9k

પ્રકરણ-૧૩. પ્રવીણ પીઠડીયા. શ્રેયાંશ જાગીરદાર તેના ભવ્ય બેડરૂમમાં આદમકદ અરિસા સામે ઉભો રહી રાતની પાર્ટીમાં જવા તૈયાર થતો હતો. તેણે પોતાનાં અડધા સફેદી મઢયાં વાળને બરાબર ’સેટ’ કર્યાં. સાંઈઠની ઉંમ્મરે પહોંચવા આવ્યો હોવા છતાં તેના વાળનો જથ્થો ઠીકઠાક કહી શકાય એટલો ભરાવદાર હતો. એકદમ પરફેક્ટ રીતે ટ્રિમ કરેલી દાઢી અને એટલી જ વ્યવસ્થિત શેપમાં ’કટ’ કરેલી જાડી મુછમાં તેનો ગૌર.. થોડો રતાશ પડતો ચહેરો આ ઉંમ્મરે પણ ભલભલાને તેની તરફ આકર્ષિત કરવા સક્ષમ હતો. તે એકદમ પરફેક્ટ રીતે રહેવા ટેવાયેલો વ્યક્તિ હતો. તે જેટલો પોતાનાં સામાજીક સ્ટેટસ પ્રત્યે સભાન હતો એટલો જ સ્વયંનાં શરીરને વ્યવસ્થિત રાખવા મહેનત કરતો. તે માનતો