પ્રકરણ-૧૨. પ્રવીણ પીઠડીયા. મારું માથું ધમધમતું હતું. બાઈક પાર્ક કરીને સીધો જ હોસ્પિટલમાં દાખલ થયો અને રિસેપ્શનમાં જીમી વિશે પૂછતાછ કરી. મારાં આશ્વર્ય વચ્ચે ત્યાં જીમી નામનો કોઈ પેશન્ટ દાખલ થયો જ નહોતો. મને ઝટકો લાગ્યો. એવું કેમ બને, ક્યાંક એ છોકરીએ મારી સાથે મજાક તો નહોતી કરીને..! મેં તુરંત જીમીનાં મોબાઈલ ઉપર કોલ બેક કર્યો અને… ફરી પાછો એ ખનકતા અવાજ વાળી છોકરીએ જ ફોન ઉઠાવ્યો. કોઈ છોકરી પાસે જીમીનો ફોન હોય એ પણ અજબ બાબત હતી. “આ શું મજાક માંડી છે, જીમી ક્યાં છે..?” મારો અવાજ સહેજ ઉંચો થયો. “તું લિફ્ટમાં ઘૂસ અને ત્રીજા માળે આઈસીયુ વિભાગમાં આવી