આઇલેન્ડ - 8

(56)
  • 4.4k
  • 2
  • 3.1k

પ્રકરણ-૮. પ્રવીણ પીઠડીયા. “ઓ હોય…” ગળું ફાડીને જીમીએ બૂમો પાડી હતી. તેના જીગરમાં અજીબ થડકારા ઉદભવતા હતા. હાથમાં પિસ્તોલ હોવા છતાં એ ચલાવાની તેનામાં હિંમત નહોતી કારણ કે તે સખત રીતે ડરેલો હતો. જો તેણે પિસ્તોલ ચલાવી નાખી હોત તો મામલો અલગ દિશામાં ફંટાયો હોત પરંતુ એ ’ગટ્સ’ લાવવો ક્યાંથી! તે ઘાયલ હતો અને ઝપટ મારીને ડેની ક્યારે તેની પાસેથી પિસ્તોલ છીનવી લે એનો કોઈ ભરોસો નહોતો. ડેનીને પાછળ આવતી બાઈકનો પણ જાણે કોઈ ખોફ નહોતો. માત્ર એક વખત તેણે પાછળ વળીને એ દિશામાં જોયું હતું અને ફરી પાછો ખૂંખાર નજરોથી જીમીને તાકવા લાગ્યો હતો. જીમીને મસળી નાંખવા તેનાં હાથ