પ્રકરણ-૩. પ્રવીણ પીઠડીયા. એમ્બ્યૂલન્સ સિટિ હોસ્પિટલ ભણી ઉપડી ચૂકી હતી. એક બાબત તો સ્પષ્ટ થઈ હતી કે જીવણો સુથાર મરી ચૂક્યો છે. જે હાલતમાં તેની બોડી મળી હતી એ ઉપરથી લાગતું હતું કે બહુ ઠંડા કલેજે તેનું કાળસ કાઢી નાંખવામાં આવ્યું છે. તેના શરીર ઉપર ઠેકઠેકાણે અસંખ્ય ઘાવ હતા. અત્યંત ઘાતકી રીતે તેનું મૃત્યું નિપજાવવામાં આવ્યું હતું એમા કોઈ શક નહોતો. મરતી વખતે ચોક્કસ તેને સખત રીબાવવામાં આવ્યો હશે એવું મારું અનુમાન હતું. કદાચ એવું ન પણ હોય છતાં એ બાબતની ખાતરી કરવી હોય તો સિટિ હોસ્પિટલ જવું પડે એમ હતું. એક બીજો રસ્તો પણ હતો કે હું એકાદ દિ’