એકદંડિયા મહેલની રાણી નીચે આવતાં મધુમાલતીને ખાસી સાત-આઠ મિનિટ થઈ. આજુબાજુ અંધારાનાં ઓળા પ્રસરેલાં જોઈ સાદ દેવાઈ ગયો, "અરે ઓ, કૈલાસ, ક્યાં ગઈ? સંધ્યાકાળે બત્તી, ફાનસ બધુંય બંધ કેમ છે?" કોઈ પ્રત્યુત્તર આવવાનાં બદલે હાથમાં ફાનસ લઈ કૈલાસ જ પ્રગટ થઈ. તે થોડાં ક્ષોભથી માથું ઝુકાવી તરત જ ફાનસ લઈ ઘરનાં મુખ્ય દ્વારના ડાબે આવેલ ઢાળિયાની નીચે વાંકા વાળી રાખેલ સળિયામાં ભેરવી દીધું. તેની પાછળ રહેલી દીવાલ ઉપરની વીજળીની બત્તીની બધી ચાંપો દબાવી દીધી. આખાંયે ઘરની બહારની દિવાલો કોઈ મહેલની દિવાલોની માફક ઝગમગી ઊઠી. ફરી કૈલાસ અંદર ગઈ અને એક પિત્તળની થાળીમાં ઘી માં તરબતર ઊભી દિવેટવાળી દીવી અને દીવાસળીની