શમણાંની શોધમાં - પ્રકરણ 16

(75)
  • 3.3k
  • 1.9k

          શ્યામની ઊંઘ ઉડી ગઈ. એને ભાન થયું કે એ સ્વપ્ન જોઈ રહ્યો હતો. એ  સ્વપ્ન જે છેલ્લા કેટલાય સમયથી એને હેરાન કરતુ હતું. એ સ્વપ્ન જે એની જિંદગીને કયાંયથી કયાંય લઇ ગયું. એ સ્વપ્ન જે એને ઘણીવાર ઊંઘમાં દેખાતું અને જેના કારણે એણે દિવસે ઘણા સપનાઓ જોયા હતા. વારે ઘડીએ આવીને એને સતાવતું એ સ્વપ્ન એના માટે હજુ પણ એક આશાનું કિરણ હતું.            બહારની ખુલ્લી દુનિયા એકાએક શ્યામ માટે એક સપનું બની ગઈ હતી.           એ જાગ્યો પણ એણે આંખો ન ખોલી. આંખો ખોલીને જોવા માટે