ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 6

  • 3.4k
  • 1
  • 1.7k

" અધિકને શું થયું હતું ? " બાંકડા પર બેસીને સુમિત્રાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં અભિમન્યુને સવાલ કર્યો. સુમિત્રાનો સવાલ અને એની આંખમાં રહેલી મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા હતાં. " અધિકનુ ખુન કરવામાં આવ્યું છે. " અભિમન્યુએ નીચું માથું કરીને સુમિત્રાની વાતનો જવાબ આપ્યો. " શું ખુન ? અધિકનુ ખુન કોઈ શું કામ કરે ? અધિક જેવો છોકરો આજકાલ બહું ઓછો જોવા મળે છે. જે પોતાનું વિચારતાં પહેલાં બીજાનો હરહંમેશ વિચાર કરે. મારી દિકરીની જિંદગીમાં ખુશી ભરનાર એનો હરહંમેશ સાથ આપનાર અને મને માથી વિશેષ દરજ્જો આપનાર છોકરો આજકાલ ક્યાં મળે છે. " સુમિત્રાએ અધિકને યાદ કરતાં એની સાથે સંકળાયેલી