વિસામો.. - 1

(11)
  • 4.9k
  • 1
  • 2.7k

~~~~~~~ વિસામો.. 1 ~~~~~~~   આજે ગામના સરપંચ અને બીજા  બે ચાર આગેવાન પુરુષો સાથે વિક્રમસિંહની બેઠક હતી ,..  વિક્રમસિંહને અંદાજો તો હતો જ કે પોતાના મલિક ઠાકુર ગિરિજાશંકર ની ફરિયાદ હશે,..    "દરબાર, ઠાકુર નો ત્રાસ વધી રહ્યો છે ગામમાં,.. " સરપંચે વિક્રમસિંહ સામે જોઈને કહ્યું    "હવે તો બહેન દીકરી એકલી ફરી પણ શકતી નથી,.. અંધારામાં ડાકુઓના ડર કરતા વધારે એમને ઠાકુરનો ડર લાગે છે,.. "  એક બીજા વૃદ્ધે સરપંચની વાતને સમર્થન આપતા કહ્યું     "હું જાણું છું સરપંચ, .. વિશ્વાસ રાખો બા જરૂર કોઈ રસ્તો કાઢશે,... ઠાકુરની વાત મેં ગોરલબાને કાને નાખી દીધી છે,.. " વિક્રમસિંહે સાંત્વન આપ્યું